દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી. હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી, ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી. છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી; ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી. તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી ! તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી; કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી. - ગની દહીંવાલા |
very sensual; bahu saras vyakt karyu che, really touched; especially in the last stanza
|
Wonderful post. Keep it up and thanks for sharing.
|
|
Khuub j saras Ghazal... share karva badal aabhaar.............
|
All times are GMT +5.5. The time now is 08:45 AM. |
Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.