મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે! મારો કંઠ મધુર ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે મને શબ્દો મળે કે ના મળે, કવિતા તમારી કરવી છે! હું પંથ તમારો છોડું નહિં, હું દૂર કદી યે દોડું નહિં પુષ્પો મળે કે ના મળે, પૂજા તમારી કરવી છે! આવે જીવન માં તડકાં, છાયાં, સુખ-દુ:ખના છો પડતાં પડછાયા આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે! =======લેખક નું નામ ખબર હોય તો લખી મોકલશો======== 🌺💐🌷🌸🌼🌻 |
All times are GMT +5.5. The time now is 04:42 AM. |
Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.