Shayri.com

Shayri.com (http://www.shayri.com/forums/index.php)
-   Gujarati Poetry (http://www.shayri.com/forums/forumdisplay.php?f=45)
-   -   બે ઘડીની આ રમતને શું કરું? (http://www.shayri.com/forums/showthread.php?t=79950)

B.G.M. 6th July 2016 12:30 AM

બે ઘડીની આ રમતને શું કરું?
 

બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?

આંખથી એ તો સરી જાશે કદી,
આંસુઓ કેરી બચતને શું કરું?

પાછું વાળી જોઉં તોયે વ્યર્થ છે,
હું ગયેલા એ વખતને શું કરું?

બેઉ પક્ષેથી એ નભવી જોઈએ!
પ્રેમની પહેલી શરતને શું કરું?

લાગણી આપો જરા તો ઠીક છે,
આ ઉપેક્ષાઓ સતતને શું કરું?

‘પાર્થ’ જેને શોધતાં થાકે ચરણ,
સ્વપ્નમાંના એ જગતને શું કરું?

– હિમલ પંડ્યા ‘પાર્થ

=========================


All times are GMT +5.5. The time now is 09:25 AM.

Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.