"બોલ હવે, અનિલ્યા!" -
4th June 2015, 06:41 PM
દોસ્તો!
આજે મારા પ્રિય કવિ શ્રીઅનિલ ચાવડાની એક નવી રચના પ્રસ્તુત કરતાં ખૂબ આનંદ થાય છે।
કવિ ની કલ્પના શક્તિને દાદ આપવી ઘટે, કેવા કેવા અલંકાર સજાવ્યા છે આ કવિતામાં !!
એક સવારે મેં પાંપણ પર ઝાકળબિંદુ ઝીલ્યાં,
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
લઈ ખભા પર રાત આખી આ તારલિયાનો ખેસ,
રાત વાટતી રહી અંધારું અને બનાવી મેશ;
જરાક અમથી મેશ લઈ મેં આંખોમાં આંજીલ્યા!
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
સૂરજ! તેં તો ન્હાવા માટે અજબ કર્યો છે નુસખો,
જળને સ્હેજ હલાવા વિણ તડકાથી માર્યો ભૂસકો;
મારી અંદર હલ્યાં સરોવર, કમળ અચાનક ખીલ્યાં,
સવાર બોલી, 'કેવું લાગ્યું બોલ હવે, અનિલ્યા!'
- અનિલ ચાવડા
================================================== ============================
Last edited by B.G.M.; 4th June 2015 at 06:46 PM..
|