Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
Old
  (#1)
smart_prince17
Registered User
smart_prince17 is on a distinguished road
 
Offline
Posts: 7
Join Date: Apr 2008
Rep Power: 0
આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં, - 24th June 2010, 09:39 AM

આમ જુઓ તો આપણી વચ્ચે છે જ કોઇ સંબંધ નહિં,
ને આમ જુઓ તો એના જેવો બીજોયે કોઇ ગાઢ નહિં.

આમ જુઓ તો આપણે બાંધી છે જ કોઇ ગાંઠ નહિં,
ને આમ જુઓ તો બંધાય એવી કે છોડીયે છોડાય નહિં.

આમ જુઓ તો આપણે લીધું કે દીધું જ કોઇ વચન નહિં,
ને આમ જુઓ તો પાળ્યું હશે ના કોઇએ એવું વચન નહિં.

આમ જુઓ તો આપણા જગનો થયો જ કોઇ વિસ્તાર નહિં,
ને આમ જુઓ તો એના કોઇ અંતનોય અણસાર નહિં.

આમ જુઓ તો આપણા મિલનની છે જ કોઇ જગા નહિં,
ને આમ જુઓ તો આપણી ક્ષિતિજનોયે કોઇ પાર નહિં.

આમ જુઓ તો આપણા પ્રણયની છે જ કોઇ મંઝીલ નહિં,
ને આમ જુઓ તો જીવનનાં રસ્તાઓયે કંઇ દૂર નહિં.

આમ જુઓ તો તારા વિનાયે ક્યાં કંઇ જિવાય નહિં?
ને આમ જુઓ તો એને જીવ્યું જરાયે કહેવાય નહિં.


લોહાણા સમાજ માટેની વેબસાઇટ કે જેમા તમે તમારી દરેક ઇચ્છા મુજબનો જીવનસાથી શોધી શકો છો.
http://www.LohanaMilan.com
   
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com