Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
.......મોતી ઝરી ગયાં !
Old
  (#1)
B.G.M.
Moderator
B.G.M. will become famous soon enough
 
Offline
Posts: 111
Join Date: Nov 2014
Rep Power: 5
.......મોતી ઝરી ગયાં ! - 30th November 2016, 05:20 AM

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય મને કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે
ફોર્યાં'તા અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો જતાં જતાં જે તમે કોતરી ગયાં !

રાજેન્દ્ર શુક્લ

=======================
   
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2018, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com