રવિવાર બગડયો -
9th March 2015, 08:01 AM
રવિવાર બગડયો
ઊઠયો પથારી મહીંથી હું મોડો
રમંત મારે રવિવાર હૈયે
અરે ! શું જોયું વરસાદ ઘેલો
ભૂલી જઈ ભાન પડી રહ્યો તો
મારો બધો હર્ષ વહી ગયો ને
વ્યાપી રહ્યો શોક ઊરે જ મારે
ન શું જવાશે બસમાં ય બેસી
નિહાળવા પિક્ચર મિત્ર સાથે ?
ને આવશે કેમ ઘરેય મિત્રો
કે આજ કંઇ કેરમ તો રમાયે
ગોંધાઇ રહીશું ઘરમાં જ આજે ?
માણ'ય ના આજ મઝા બગીચે ?
અરેરે વર્ષ આજ તને સુઝયુ શું ?
બગાડવો તો રવિવાર મારો?
===================
(~1958 when the style of "sonnet" writing was popular among Gujrati poets)
Last edited by B.G.M.; 9th March 2015 at 08:16 PM..
Reason: addition
|