Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
અમને શું ફેર પડે, બોલો?
Old
  (#1)
B.G.M.
Moderator
B.G.M. will become famous soon enough
 
Offline
Posts: 113
Join Date: Nov 2014
Rep Power: 5
અમને શું ફેર પડે, બોલો? - 30th March 2016, 05:57 AM


અમને શું ફેર પડે બોલો?

ઢેફું સમજીને તમે ફેંકી ધ્યો ધૂળમાં
કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યાતા કોઈની
તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાને મોજ પડી જાય
એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે
ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?

વગડે વેરાન હારે વાતું મંડાણી
ને મન થયું ઉગ્યા તો ઉગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યાતા
ભાઈ ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ
એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?

આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા
તે કાંઠે જઈ માથા પછાડીએ ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોચે ને
તો જ એને બારણું ઉઘાડીએ
પામી ગયાની બૂમ પાડી પાડીને
ભલે પડછાયા પાડે ત્યાં રોલો
અમને શું ફેર પડે બોલો ?

~ કૃષ્ણ દવે

=======================
   
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum JumpPowered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2019, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com