Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
Old
  (#1)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી - 21st June 2007, 04:45 PM

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

not mines
   
Reply With Quote
Old
  (#2)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:46 PM

કોણ ગગનમાં વાદળ બનતાં, વિહરે ને વૃષ્ટિ કરતાં?
કોણ ટમકતાં તારક રૂપે, ચંદ્ર બની અમૃત ભરતાં?

કરોડ કિરણો ફેલાવીને પૃથ્વીને જીવન ધરતાં;
કોણ હસે આકાશ બનીને આશ્રય સૌનેયે ધરતાં?

ફૂલોમાં ફોરમ ફેલાવે, પંખીડાને પાંખ ધરે;
કોણ ગાય છે સાગરમાંથી, વહન નદીમાં કોણ કરે?

કોણ અંગમાં આત્મા બનતાં, ચેતન દિવ્ય વળી ધરતાં?
કોણ ગંધ બનતાં ધરતીમાં, લોકોને ધારણ કરતાં?

વ્યાપક આખા વિશ્વમહીં એ પરમાત્મા જ્ઞાની કહેતા;
ધ્યાન કર્યે દેખાયે દિલમાં, પ્રકાશને રૂપે રહેતા.
   
Reply With Quote
Old
  (#3)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:47 PM

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
   
Reply With Quote
Old
  (#4)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:48 PM

લખી લેજો હથેળી મા નામ મારું,
સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.
   
Reply With Quote
Old
  (#5)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:49 PM

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય
   
Reply With Quote
Old
  (#6)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:50 PM

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.



મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.



ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.



અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.



તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,

જ્યારે તને કશું ય સતવી નહીં શકે.



એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.



એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,

એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.



======================================


વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં,
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં.

છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં,
સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં.

કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં,
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં.

બપોર આખો ઊકળતી વરાળ જોઇને,
ભરેલ વાદળાં સાંજે પછી ઘણું રોયાં.

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.

વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.

ને આમ તો રોતા કદી ન જોયા છે,
છતાંય રાતના રોયા પછી ઘણું રોયાં


=====================================



આ કંઈ રહેવા જેવું સ્થળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ
માણસો છે કે મૃગજળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેદ છે સાદી
સંબંધો નામે સાંકળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી ?
કેવળ કાગળ પર ખળખળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું
આ તો સપનાંની ઝળહળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હોય ભલે વરસાદી મોસમ; તું સુક્કી હું કોરો હરદમ
છત કે છત્રી બંને છળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હુંય એકલો તુંય એકલો; કરીએ ઈશ્વર એક ફેંસલો
કોઈ ક્યાં આગળ પાછળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

મેં જોયા શબ્દોને ડરતા; અંદર અંદર વાતો કરતા;
‘જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ, અહીંથી ભાગી છૂટીએ !’

અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ
   
Reply With Quote
Old
  (#7)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:52 PM

અમુક વાતો હ્રુદયની બા'ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે "ઘાયલ" પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.

=================================

વરસાદ આખી રાત સતત ઝરમર્યા કરે,
ને શૂન્યતાનું એક નગર વિસ્તર્યા કરે.

એકાંતને ય હોય પ્રતિબિમ્બ જેવું કંઈ
આભાસ દર્પણોનો મને છેતર્યા કરે.

ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયા
છોડી તને વિહંગ ! પીંછા કરગર્યા કરે.

કે’વાય છે કે, ધુમ્મસોય ઓગળી ગયાં
અજવાળાં તારું નામ કોઈ ચીતર્યા કરે.

આ વેદનાઓ મારી કહો કોને જઈ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.

નીંદરનું વૃક્ષ આખું લચે ભીની પાંપણે
ને પાંપણોમાં કોઈ ભીનું તરવર્યાં કરે.

=============================

કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી રાજમહેલ,
સાવ ખંડેર જેવા ઘરમાં છું.

ખાર જેવાં બધાં જ પુષ્પો છે,
ભરવસંતે હું પાનખરમાં છું.

માર્ગ મંજિલ કે ના વિસામો છે,
એક એવી સફરમાં છું.

========================

યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે
   
Reply With Quote
Old
  (#8)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:53 PM

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી
   
Reply With Quote
Old
  (#9)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:54 PM

ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!

જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !

પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!

સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!

===========================

""મારા દિલમાં શુ છે તેની જો કોઇને જાણ થાય
દુઃખ શુ હોય છે સાચુ, તેની બધાને ઓળખાણ થાય

એ બેવફા છે જાણું છું છતા ચાહું છું તેને હજી
મારી કલમથી તે બેવફાનાં આજે પણ વખાણ થાય

આ કેવુ કે આંખોના સાગર પણ સુકાઇ ગયા
નહતો જોવો આવો દિવસ જ્યારે આંસુની તાણ થાય

નહી વાંચી શકો તમે મારા જીવનની કહાની
એ પાના ફાડી નાખજો જ્યાથી શરુ મારુ લખાણ

=============================

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.
મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘મુસ્તાક’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
   
Reply With Quote
Old
  (#10)
achhikavita
Registered User
achhikavita will become famous soon enough
 
Offline
Posts: 76
Join Date: Feb 2006
Location: delhi
Rep Power: 19
21st June 2007, 04:55 PM

note : not mines
   
Reply With Quote
Old
  (#11)
Pyarali Rajan
Registered User
Pyarali Rajan is on a distinguished road
 
Offline
Posts: 403
Join Date: Oct 2001
Location: Copenhagen, Denmark
Rep Power: 23
27th June 2007, 02:16 AM

Khuba j sunder! Ek ek shabd bahu sari reetey kavya maa gunthail chey. Aavi saras rachnao share kerva badal thanks....
Biji pan aavi koi rachna hoy toh asha chey key ahin jaroor post kersho!!

All the best
Rajan!!


cool
   
Reply With Quote
wah wah wah
Old
  (#12)
nihar
Registered User
nihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to behold
 
nihar's Avatar
 
Offline
Posts: 1,924
Join Date: Jul 2007
Location: Dubai, United Arab Emirates.
Rep Power: 26
Smile wah wah wah - 1st August 2007, 02:32 PM

tarif karilav tamari aaj
ke pachi bhoolai jata waar nathi lagti
tamari kalamone waachi levado aaj
ke pachi samay viti jata waar nathi lagti
malyo che moko aa site dwara to chalo dost bani jaiye
ke pachi dosti dusmani ma ferwata waar nathi lagti
chalo sath mali joilaiye duniya jovay tetli
ke pachi aakh michai jata waar nathi lagti.


Kitne mare kitne aabhi rahoo.N me hai
Kuch aa.Nsoo baki nigahoo.N me hai

  Send a message via Skype™ to nihar 
Reply With Quote
Reply


Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump

Similar Threads
Thread Thread Starter Forum Replies Last Post
મારી પ્રિય કવિતા/ગઝલ/રચના/ગીત Dhaval Gujarati Poetry 408 8th November 2023 10:00 AM
આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે......! Dhaval Gujarati Poetry 20 14th July 2015 09:25 PM
વેલેન્ટાઇન ડેની શરુઆત ગુજરાતમાં થઇ હતી! achhikavita Gujarati Poetry 14 11th August 2010 01:05 PM
કેમ કહુ તારી પ્રીત મા થયા મારા શુ હાલ છે?? Purvi Gujarati Poetry 10 11th August 2010 01:01 PM
તારી આંખનો અફીણી Purvi Gujarati Poetry 6 18th August 2009 12:43 PM



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com