Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
તમને ખબર નથી_મોહમ્મદઅલી ભૈડુવફા
Old
  (#41)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
તમને ખબર નથી_મોહમ્મદઅલી ભૈડુવફા - 26th February 2007, 12:19 AM

તમને ખબર નથી_મોહમ્મદઅલી ભૈડુવફા

[SIZE="2"] મારી સરળતાથી તમે ક્ષોભાય ગયાઁ છો, હુઁ શુઁ હતો એની ખચિત તમને ખબર નથી
નિરખી મને આજે તમે શરમાય ગયાઁ છો, મારા હૃદય કુઁજ પરજરા ખચિત નજર નથી

માઁગો નહીઁ પરિચય હવે , હુઁ ક્યાઁ કશુઁ પણ છુઁ,હુઁ તો રઝળ,તા કાફલાની એક ધૂળ છુઁ
મારા કવન થી તો તમે વહેમાય ગયાઁ છો, મારા જીવનના બાગમાઁ એની અસર નથી.

વહેઁ ચાયલા વ્યક્તિત્વનો લાદ્યો છે ભાર મે,બળતો રહ્યો હુઁ શિયાળા ની ઠઁડી બપોરમાઁ
શાને તમે આજે હવે રિસાય ગયાઁ છો, મારી સરળ આ લાગણીની કઁઇ કદર નથી.

દિલના ઝરૂખે આપનો દીપક બળતો રહ્યો,માણી હતી મે પ્રેમની ખૂશ્બુ તણી હવા
શાયદ વિચારો માઁ તમે ઘેરાય ગયાઁ છો,લાઁબી થઈ છે રાત શાયદ સહર નથી.

][_મોહમ્મદઅલી ભૈડુવફા(25ફેબ્રુ.2007)[/B]

(બેકાફિયાઅને બે રદીફ વાળી પ્રાયોગિક ગઝલ)

Last edited by wafa ali; 26th February 2007 at 12:34 AM.. Reason: letter too big
   
Reply With Quote
ફરીને ફરીને
Old
  (#42)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ફરીને ફરીને - 26th February 2007, 11:40 AM

ફરીને ફરીને

નદી એ બની ગઇ રડીને રડીને.
પછી શુષ્ક થઇ એ વહીને વહીને.

સપન એગુલાબી પછી ક્યાઁથી લાવે
બની આંખ રાતી લુછીને લુછીને.

લપાયો સમુઁદર જઈ વાદળોમા,
છતાઁ વરસે ઝાકળ ચિપીને ચિપીને.

તુટે ડાળકી ના ટહૂકાઓ ઉના
હવાનીજ પાંખો ઘસીને ઘસીને.

ગઈચોંટી અમારા નયનની બખોલે
ઇચ્છાઓ શ્યામલ બનીને બનીને.

નઆપી શકાયાઁ જરા ઠીઁગડા મનને,
ગયો જીવ થાકી મથીને મથીને,

પહોંચ્યા સફ્રર પર અંતે કબરની,
બધુઁ આયખુ આ ફરીને ફરીને

વફાઆજ ચાલો જરા પી લઇએઁ
જુઓ એજ અર્પે ભરીને ભરીને.


મોહમ્મદઅલી ભૈડુવફા
24 ઓગષ્ટ2005


લગાગા,લગાગા, લગાગા,લગાગા,
(ફઊલુન,ફઊલુન,ફઊલુન,ફઊલુન) મુતકારિબ છઁદ(12 અક્ષ્રરી)(ભુજંગી છઁદ)
   
Reply With Quote
આવી પડે_મોહમ્મદ અલી ભૈડુવફા
Old
  (#43)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
આવી પડે_મોહમ્મદ અલી ભૈડુવફા - 1st March 2007, 10:42 PM

ગઝલ

એકદમ જો આવરણ આવી પડે
ખેતર લચેલા માઁય રણ આવી પડે.

આ ઝાઁઝવાની પરબ લઈ બેઠા તમે
પણ શુઁ થશે પ્યાસુઁ હરણ આવી પડે?

કો ડૂબનારા ની જશે આસ્થા વધી
જો તણખલાનુઁ શરણ આવી પડે

ભીઁગાય હોઠ સુકા અમારા સ્વપ્નના
યાદો તણા સહરે ઝરણ આવી પડે

એકજ ઈચ્છા છે વફા જીવન મહીઁ
હો નામ તુજ હોઠે મરણ આવી પડે


_મોહમ્મદ અલી ભૈડુવફા(23ફેબ્રુ.2007)
   
Reply With Quote
Old
  (#44)
rachitshah
Sikandar
rachitshah is on a distinguished road
 
Offline
Posts: 7
Join Date: May 2006
Rep Power: 0
2nd March 2007, 05:06 PM

I read your poetry and I had some comments also but more importantly I wanted to tell you that I was happy to see somebody in Canada writing gujarati up to the standards. Gujarati language ni jem Gujarat ne pan bhulta nahi..

Rachit


जीना चाहतेथे हम दुर रेहकर इस बला से
एक रोज़ कत्लेआमने शायर बना दिया
   
Reply With Quote
Old
  (#45)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
6th March 2007, 09:47 PM

છઁદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી વફા


અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છઁદો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.
છઁદ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છઁદો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,
અછઁદાસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છઁદ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છઁદ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછઁદાસ_ અછઁદાસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..
અછઁદાસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછઁદાસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છઁદોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.
સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછઁદાસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.
હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.
નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?
મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.
પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..
વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે.
સમાન છઁદો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ દાસ્તાને પારીના વહી આવી.
બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ
અથવા
બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.

ગુજરાતી,અરબી માટે નીચેનાUrlપર કલીક કરો.http://jkishorvyas.wordpress.com/200.../net-pingal-2/

http://bazmewafa.blogspot.com/2007/03/blog-post_04.html

ગુજરાતીમાઁ બ્લોગ પર કેવી રીતે લખવુઁ તે માટે જૂઓ:

http://layastaro.com/


******
દર્પણ:

દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરો
ગુન ગુનાવતો. ઈસ લિયે દિલે બેતાબ કો તડપનેકી તમન્ના કમ હૈઆખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કેકીસ લિયે, કિસ લિયે? પણ એ ખામોશ રહેતો.
નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?
ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.

ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ


_મોહમ્મદઅલી વફા(4માર્ચ2007)

વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ
   
Reply With Quote
રણમાઁ તો જવા દે_મોહમ્મદ અલીવફા
Old
  (#46)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
રણમાઁ તો જવા દે_મોહમ્મદ અલીવફા - 9th March 2007, 03:00 PM

રણમાઁ તો જવા દે_મોહમ્મદ અલીવફા


દર્દ ને લઈ નીકળ્યો છુઁ, કોઇતો દવા દે
એ આગ પર હે પ્રિયે થોડી તો હવા દે.

આ વેદનાના હોત થાતે તારુઁ શુઁ વફા
જઁગલનો રસ્તો દે મને રણમાઁ તો જવાદે._મોહમ્મદ અલીવફા(9માર્ચ2007)
   
Reply With Quote
કોહાથમાઁ પથ્થર_વફા.
Old
  (#47)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
કોહાથમાઁ પથ્થર_વફા. - 11th March 2007, 09:11 AM

કોહાથમાઁ પથ્થર_વફા.

પાગલ થવાની આ મળી કૈસ ને સજા
કોહાથમાઁ કંકર હતો કોહાથમાઁ પથ્થર.

લૈલા બિચારી શુઁ કરે ? જોયા કરે
એ ખાનદાની છોકરી છોડે ન ઘર.


_મોહમ્મદઅલીવફા
   
Reply With Quote
ધરા ઓછી પડી*મોહમ્મદ અલી ભૈડુવફા
Old
  (#48)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ધરા ઓછી પડી*મોહમ્મદ અલી ભૈડુવફા - 12th March 2007, 03:57 PM

મુકતક

એકદમ ખુલતાઁ નથી ક્યાઁ આ બારણા
દસ્તક મુકદ્દર દ્વારપર ઓછી પડી.

ગામ ઘર ને દેહ છોડી ભાગી ગયો
હાવફા એને ધરા આ ઓછી પડી.


*મોહમ્મદ અલી ભૈડુવફા
   
Reply With Quote
ઉર્દુના સુપ્રસિધ્ધ કવિ બકર મેહદીની એક આઝા
Old
  (#49)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ઉર્દુના સુપ્રસિધ્ધ કવિ બકર મેહદીની એક આઝા - 15th March 2007, 09:28 AM

ઉર્દુના સુપ્રસિધ્ધ કવિ બકર મેહદીની એક આઝાદ નઝમનો અનુવાદ

એક લાંબા ચુઁબન માં _ કેટલી પ્યાસ છૂપાયેલ છે.
તરસના આ બધા રેત કણો
આંગળિયોથી ટપકી રહ્યાં છે.
મારા અને તારા પગરવ માં
કેવી એકસરિતાવહીરહીછે.
ન જાણે કેમ એક આશાની નૌકા
તારા નયનોમાં ડૂબીને ઉભરી આવેછે.
નિશ દિનપોતાના કિનારથી
એક નવ સમુદ્રનું ખેડાણ કરી પરત થાય છે.
મારા અને તારા હાથની અગ્નિથી
આ ઓરડાઓમાં દીપકો સળગી ઉઠયાછે.
એ નૂતન દિવળીની આરતી ઉતારશે.
આવનારી રાત્રિઓના પૂષ્પો.હાસ્યો અનેઅશ્રુઓ
]
(_બકર મહેદી અનુ.વફા )
   
Reply With Quote
દોડતું રાખે -મોહમ્મદ અલી ભૈડુવફા ગઝલ
Old
  (#50)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
દોડતું રાખે -મોહમ્મદ અલી ભૈડુવફા ગઝલ - 18th March 2007, 08:46 AM

ગઝલ


અંગીઠી પ્યાસની હરદમ હરણને દોડતું રાખે.
પ્રિતી આ ઝાંઝવી નિરવ રણને દોડતુઁ રાખે.

બધી ગતિઓ જિજીવિષા આગ થૈ ભટકે
જીવનના મ્રુગજળો આ મરણને દોડતુઁ રાખે.

થઈછે પ્રિત કઈઁએવી સમુંદરથી નદીઓને
કિનારાછે તમાશાબીન ઝરણને દોડતુઁ રાખે.

કદી એ તૂર પર જઇને બને બેભાન મૂસાથઇ
કદી મનસુર અનલહકમા ચરણને દોડતુઁ રાખે.

મળીજાયે વફાશાયદ ક્દી તેનૂર ચહેરાનુ
સનમને શોધવા સુરજ કિરણને દોડતુઁ રાખે.


મોહમ્મદ અલી ભૈડુવફા
   
Reply With Quote
મળ્યુઁ હશે_વફા
Old
  (#51)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
મળ્યુઁ હશે_વફા - 20th March 2007, 03:57 AM

મળ્યુઁ હશે

જીવવાનુઁ કોઇક બહાનુઁ મળ્યુઁ હશે

કાગળ કદાચ કોઇ નનામુઁ મળ્યુઁ હશેવફા
   
Reply With Quote
મળ્યુઁ હશે_મોહમદઅલીવફા
Old
  (#52)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
મળ્યુઁ હશે_મોહમદઅલીવફા - 21st March 2007, 02:19 AM

મળ્યુઁ હશે_મોહમદઅલીવફા

જીવવાનુઁ કોક બહા નુઁ મળ્યુઁ હશે
કાગળ ખચિત કો નનામુઁ મળ્યુઁ હશે.


કંગાળ એનો જીવ કેવો ખુશ થઈ ગયો
આ વસંતે ફૂલ મઝાનું મળ્યું હશે.


_મોહમદઅલીવફા
   
Reply With Quote
મળ્યુઁ હશે_મોહમદઅલીવફા
Old
  (#53)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
મળ્યુઁ હશે_મોહમદઅલીવફા - 22nd March 2007, 02:52 AM

મળ્યુઁ હશે_મોહમદઅલીવફા

ગઝલ

જીવવાનુઁ કોક બહાનુઁ મળ્યુઁ હશે
કાગળ ખચિત કો નનામુઁ મળ્યુઁ હશે.

કંગાળ એનો જીવ કેવો ખુશ થઈ ગયો
આ વસંતે ફૂલ મઝાનું મળ્યું હશે.

રાત્રિના હોઠ પર ફર્કી ગયું સ્મિત
કોઈ સ્વપન એ અદાનું મળ્યું હશે.

એ સજાવી દર્દ ને તૈયાર થઈ ગયો
કોઇ સરનામું દવાનુઁ મળ્યું હશે.

એ વફા છોડી મહેફિલ નહીં જાતે
ઈજન નિશ્ચે એને ખુદાનું મળ્યું હશે.


_મોહમદઅલીવફા(19માર્ચ2007)

ગાલગાગા, ગાલગાગા, ગાગા લગા


   
Reply With Quote
નહીઁ આવુઁ _મોહમ્મદઅલીવફા
Old
  (#54)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
નહીઁ આવુઁ _મોહમ્મદઅલીવફા - 24th March 2007, 08:13 AM

નહીઁ આવુઁ _મોહમ્મદઅલીવફા

ગઝલ

હવે તારીકબર પર દીપ ધરવા નહીં આવું
પડેલા શૂષ્ક પૂષ્પોને ગણવા નહીં આવું.

અલવિદા આખરી છે આજથી હવે આતો
તને હુઁ દોસ્ત હવે કાલે મળવા નહીઁ આવુઁ.

હશે તારા અમલ નો થાળ હશે તુ એ દોસ્ત
મદદ તારી જરા પણ હુઁ કરવા નહીં આવું.

તને ધરબી અમે દીધો માટી ટનોબંધ લઇ
હવે એના થી તને જૂદો કરવા નહીં આવું.

મળીશુઁ કયાઁ?વદું સાચું મુજને ખબર નથી
તને નકશો હવે હું કોઇ ધરવા નહીઁ આવુઁ.

હવે વેરાન એ રસ્તા પર કોણ જાય છે ?
કદીએ રાહ પર હું પણ ફરવા નહીઁ આવું.

મુબારક હો વફાતુજને આ કબ્ર તણી માટી
હવે એ ધૂળમા કો રંગો ભરવા નહીઁ આવુઁ.


_મોહમ્મદઅલીવફા

(લગાગાગા,લગાગાગા,ગાગા,લગાગાગા)
   
Reply With Quote
Old
  (#55)
Dhaval
Shayri.com Moderator
Dhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.com
 
Dhaval's Avatar
 
Offline
Posts: 10,455
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 55
24th March 2007, 12:24 PM

મોહમ્મદ અલીજી નમસ્તે,

તમારી બધી રચના ઓ હું હંમેશા નિયમિત પણે વાંચુ છુ ..ખરેખર તમારી રચનાઓ ખૂબ જ સરસ હોય છે ..મને તમારી ગઝલ વાંચવી ખૂબ જ ગમે છે અને ખાસ કરીને તમારી રચના "નહીઁ આવુઁ" મને ખૂબ જ ગમી .

આપનો મિત્ર
ધવલ


*~*Dhaval*~*....Ek Ehsaas...
   
Reply With Quote
માગ્યો_મોહમ્મદઅલીવફા
Old
  (#56)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
માગ્યો_મોહમ્મદઅલીવફા - 26th March 2007, 10:44 AM

ગઝલ

જઈ બાગ પાંસે તેં ખાર માંગ્યો
દિવસની હથેળીમાં અંધાર માગ્યો

થઈ વાત કેવી દીવાનગીની
કિનારા કને જઈ મઝધાર માંગ્યો.

પડેલી હતી દિલની તૂટેલ ભેખડ
અકળ પ્રેમે એમાંજ આધાર માંગ્યો.

અભરખો થવાનો પૂષ્પો હતો ને
ઉપરથી ઝાકળનો ભાર માંગ્યો.

વફા બેસી બહાદુરની સોબત મહીં
ફકત એક શબ્દ લાચાર માંગ્યો

મરીઝ્પણ કેવો સરળછે વફા જો
ખુદા પાંસ પણ માલ ઉધાર માંગ્યો._મોહમ્મદઅલીવફા

અ આખી ગઝલ શ્રી મરીઝની લયસ્તરો માંપોસ્ટ થયેલ ગઝલના નીચેના શેર માંથી ઊભરી છે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું મરીઝ,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

-મરીઝ

શ્રી મરીઝની આખી રચના માણવા નીચેનું url kaleeka karo
http://layastaro.com/?p=690
લગાગા,લગાગાગા,ગાલગાગા
   
Reply With Quote
Old
  (#57)
Dhaval
Shayri.com Moderator
Dhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.com
 
Dhaval's Avatar
 
Offline
Posts: 10,455
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 55
26th March 2007, 04:11 PM

wafaa ali jee adaab,

ek guzaarisH hai aapse ...

maiN janna chhata huN aap jo aapki har ek rachna "rules" in gujaraati "chhaNd baddh" ke mutabik to wo saare rules maiN kahaaN se paRh sakta huN taaki us meiN se maiN kuch seeKH sakuN .. aur gujarati rachna rules ke mutabik liKh sakuN..

aapke jawab ka iNtezaar rahenGa

duaoN ke sath ijaazaT

aapka dost
dhaval


*~*Dhaval*~*....Ek Ehsaas...
   
Reply With Quote
કારણ નબન _ મોહઁમદઅલી ભૈડુ'વફા'
Old
  (#58)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
કારણ નબન _ મોહઁમદઅલી ભૈડુ'વફા' - 28th March 2007, 08:44 AM

કારણ નબન

વ્યર્થે ઈઁતેજારનુઁ કારણ નબન.
બેવડા વ્યહવાર નુઁ કારણ નબન.

એના ટકોરે તારુઁ સરનામુ હતુઁ
બઁધ થયેલા દ્વાર નુઁ કારણ નબન.

ફૂલસાથેની રમત નો આ હસર
ભોઁકાયેલા ખાર નુઁ કારણ નબન.

એ વીણા ભાંગી તો એના ભારથી
તૂટી ગયેલા તાર નુઁ કારણ નબન.

ઈંતેજારીનુ કેટલુઁ લાંબુ ફલક
વેદનાના ભાર નુઁ કારણ નબન.

તીર તલવારોનો કયાઁ જંગ'વફા'
ખાલીપાના વાર નુઁ કારણ નબન.


_ મોહઁમદઅલી ભૈડુ'વફા'
21જુલાઈ 2005છન્દ: ગાગા,ગાગાલગા,ગાગાલગા
   
Reply With Quote
Old
  (#59)
taqdeer.786
Prince of angels
taqdeer.786 has a spectacular aura abouttaqdeer.786 has a spectacular aura abouttaqdeer.786 has a spectacular aura about
 
taqdeer.786's Avatar
 
Offline
Posts: 236
Join Date: Mar 2007
Location: In Broken Hearts
Rep Power: 16
31st March 2007, 04:00 PM

Quote:
Originally Posted by wafa ali View Post
કોણ માનશે-મોહમ્મદઅલી ભૈડુવફા

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એની અંખ મા પૂર હતા વફા
ને એજ માર નાર હતો કોણ માનશે?
_મોહમ્મદ અલી ભૈડુવફા
9જુન2006

મુસા(અ.સ.)=એક મહાન પયગંબર
ડૂબવાલાચાર=ફિરઓન
Aapki kalam ka kya jawab du.
Bas, SUBHANALLAH
દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?


EK UMMID:: AFTAB


  Send a message via Yahoo to taqdeer.786  
Reply With Quote
ગામ તરફ.
Old
  (#60)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ગામ તરફ. - 6th April 2007, 06:47 PM

ગામ તરફ.બધાયે રસ્તા જાય છે એ ગામ તરફ.
મરણઘાટ તરફ કે કબરના ધામ તરફ.

સતત ચાલવું પડશે એ માર્ગ ના ઉપર
કદમ તારા પહોંચાડશે મુકામ તરફ.

અમે ના રહ્યા મોહતાજ તારા સાકી
અમે દ્રષ્ટિ નાંખી નથી તુજ જામ તરફ.

રહી સુન્નતે નબવી સલામતી ની દૂઆ
ઉઠેછે હાથ એથીજ સતત સલામ તરફ.

વફા કયાંથી ઉચ્ચારવો કો શબ્દ બીજો,
લગાવ્યું દિલ જ્યાં સતત તારા નામ તરફ__મોહંમદ અલી વફા(6એપ્રિલ207)
   
Reply With Quote
ગુલનુ કફન હતુઁ.
Old
  (#61)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ગુલનુ કફન હતુઁ. - 11th April 2007, 10:58 AM

ગઝલ

એ રીત આરઝુનુઁ થયુઁ કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન , હતુઁ.

ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ કેવુઁ વચન હતુઁ.

સૂચક છે વાત એનો ખુલાસો ન માગશો,
કોના વિચા,,રે એમનુઁ હસતુઁ વદન હતુઁ

એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.

ઉઁચા સદનની ધૂળ્માઁ અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.

જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.

ભટકી રહી તારી નજર દૂર કયાઁ વફા
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ._મોહઁમદઅલી ભૈડુવફા

જઁબુસર મુશયરો 1967.
   
Reply With Quote
સુતોછે એ! __મોહંમદઅલીવફા
Old
  (#62)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
સુતોછે એ! __મોહંમદઅલીવફા - 12th April 2007, 10:06 AM

સુતોછે એ! __મોહંમદઅલીવફા

શૌક કાવ્ય

મૃત્યુને યે મારીને સુતોછે એ
જિંદગી ને ઢાળીને સુતોછે એ

એનુ હરણ હવે પાછું નહીં ફરશે
ઝાંઝવાને બાળીને સુતોછે એ.

અશ્વએના છે વેચાયલા બધા
શી નિરાંત માણીને સુતોછે એ!

એ કળીઓ સહુ ભેગા મળી સ્વાસો
ખૂશ્બુઓને વાવીની સુતોછે એ.

ના નથી લીધું કઈંપણ જરા વિશ્વથી
હાથ ખાલી રાખીને સુતોછે એ.

આ લિબાસોની એને હવે શી ખેવના
કફન ખુલ્લું બાંધીને સુતોછે એ.

થઇ જશે નિંદ્રા પૂરી કબર શયને
ખૂબ ચાલી થાકીને સુતોછે એ.

એ ખુદાની નૌકાનો ભલો નાખુદા
નાવ કિનારે લાવીને સુતોછે એ.

ના વફાએને ઢંઢોળશો ના આજે
સોડ લાંબી તાણીને સુતોછે એ.
__મોહંમદઅલીવફા(બ્રાંપટન,કેનેડા 24જુલાઈ2005)

(21જુલાઈ2005 શુક્રવારના એક સ્નેહીની ચિર વિદાય વેળાનું સ્ફુરેલું શૌક કાવ્ય)


જનાબ નાખુદા સાહેબ(મર્હુમ) રાંદેરી ને દૂઆ સહિત અર્પણ બારીતાલા મર્હુમની બાલ બાલ મગફિરત ફરમાવે.(આમીન)


ગાલગાગા,ગાગાગા,લગાગાગા
   
Reply With Quote
પડઘા નહી પડ્યા.
Old
  (#63)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
પડઘા નહી પડ્યા. - 13th April 2007, 04:32 AM

મુકતક

તારા ચરણ એટલા હલકા જરા પડ્યાઁ.
તારા અહીઁ રેતમા પગલાઁ નહી પડ્યા.

મેં બોલવાના સમય માં મૌન પાળ્યું
એથીજ મારા શબ્દના પડઘા નહી પડ્યા.


_મોહંમદઅલીવફા
   
Reply With Quote
ખોટી અટકળ_ મોહમ્મદઅલી ભૈડુવફા
Old
  (#64)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ખોટી અટકળ_ મોહમ્મદઅલી ભૈડુવફા - 19th April 2007, 09:09 AM

ખોટી અટકળ_ મોહમ્મદઅલી ભૈડુવફા

ગઝલ

આમ કરોના ખોટી અટકળ.
કોણ કહેછે જીવન ઝાકળ.

એતો છે સઁદેશ ખુદાનો
એથી આવ્યા લાખો પયંબર.

જા લખીલો કરમો ની ગઝલો
જીવન એતો કોળુઁ કાગળ.

હિલ્લોરા ખાતોછે દરિયો
કાલ ભરીલે પ્રેમની ગાગર.

કળિયો ચહેકે પૂષ્પો મ્હેકે
નેતૂ ઝંખે આવળ બાવળ.

સુરત તો રગ રગ માઁ રમતુ
આઁખનુ કાજળ ચોક થી ભાગળ.

ચાલ વફા તાપી ત તટ જઇએ
પાછા રંગીએ રંગનો પાલવ
.


_મોહમ્મદઅલી ભૈડુવફા(6 સપ્ટે.2005)ગાગા ,ગાગા, ગાગા, ગાગા
(ફઅલુન. ફઅલુન. ફઅલુન. ફઅલુન.)
મુતદારિક છઁદ (8 અક્ષ્રરી)(અથવા વિદ્યુન માળા છઁદ)
   
Reply With Quote
Old
  (#65)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
2nd May 2007, 11:00 AM

સાહિબા_મોહંમદઅલીવફા


આટલો તો હોય ઈંતેઝાર સાહિબા
કેટલો કરવો હતો કંઇ પ્યાર સાહિબા.

આપણો મેળો હતો બસ ચાર આંખનો
આપણે ભરવો ય કયાં દરબાર સાહિબા.

ના ગમે આ આરસી માં મુખને જોવું
વિરહનો કર્યો હવે શૃંગાર સાહિબા.

તુજવફાપર એમતો વિસ્વાસ છે પ્રિયે
રોજ તૂટે આયખાનો તાર સાહિબા.
.


_મોહંમદઅલીવફા(29એપ્રીલ2007)

કાચનાં મકાન


જિંદગીના જામ એતો કાચનાં મકાન
આપણા સૌ ગામ એતો કાચનાં મકાન.

ઝાંઝવા કાંઠે તુ કયાં ભૂલો પડયો ભલા
તૃષાને દે લગામ એતો કાચના, મકાન.


કોઇના પણ ઘર ઉપર પથ્થર નહીં ફેંકો
આપણા યે ધામ એતો કાચનાં મકાન.

હૈયાંને વેચવા કોઇ ભરતું હશે બજાર,
એનાતો કેવાં દામ એતો કાચનાં મકાન.આખી ગઝલ માનવા માટે નીચેનો બ્લોગ કલેક કરવા વિનંતી :

બાગેવફા बागेवफा BAGEWAFA بَاغِ وَفا
   
Reply With Quote
ઈંન્સાન થવું છે.
Old
  (#66)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
ઈંન્સાન થવું છે. - 8th May 2007, 08:34 AM

ઈંન્સાન થવું છે___મોહંમદઅલીવફા

કંગાળ દિલના છે ઘણા ધનવાન થવું છે.
ચહેરા ફરે છે કેટલા ઈંન્સાન થવું છે.

થોડી જગા બસ જોઇએં તારા હૃદય મહીં
બે ચાર દિન જે કંઈ મળે મહેમાન થવું છે.

ના ઓળખે મુજને કોઈ એની નહીં પરવા
હું ઓળખું તુજને પછી અનજાન થવું છે.

ફેલાય જાવું છે બધે ખૂશ્બુનો સ્વાંગ લઈ
બેસી હવા ની કાંધ પર વેરાન થવું છે.

પેરીસહો,લંડન ભલા ટોરંટોની ગલી યાર
જોને વફાઆ દિલને હિંદુસ્તાન થવું છે.


___મોહંમદઅલીવફા
   
Reply With Quote
વેદના_મોહંમદઅલી વફા
Old
  (#67)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
વેદના_મોહંમદઅલી વફા - 10th May 2007, 07:56 AM

વેદના_મોહંમદઅલી વફા


હોઠ પર વાવી હતી એ વેદના
મૌનમાં ઢાળી હતી એ વેદના

ગીત સમજી એમણે ગાઈ લીધી
રાગમાં મારી હતી એ વેદના.

મહેક સમજી લોક પણ સુંઘ્યા કરે
ફૂલને પ્યારી હતી એ વેદના.

સોણલાના ઓશિકે પોઢી ગઈ
આંખને ભારી હતી એ વેદના.

એ તિમિરના દર્દમા ખોવાઇ ગઈ
ચાંદમાં નાહી હતી એ વેદના.

એવફાશબ્દો મહીં સરકી પડી
સંગથી ભારી હતી એ વેદના.


_મોહંમદઅલી વફા
   
Reply With Quote
મળે ન મળે_વફા
Old
  (#68)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
મળે ન મળે_વફા - 23rd May 2007, 09:53 AM

મળે ન મળે_વફા


અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચિરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.

નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે વલી ની કબર મળે ન મળે.

જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં
પછી કો શાયરનો આવો હસર મળે ન મળે.

હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો
બને વણજાર ની કોઈ નજર મળે ન મળે.

જલાવો સાબરમતીને કયાંક રોકીને
પછી એ રામના નામનું રટણ મળે નળે.

ભરી લીધું વતનની રેતથી તમે માથું
પછી આદિલકદી એની ખબર મળે નમળે.

વફાવતન ની મહોબ્બત હિસ્સો ઈમાન તણો
ફરી પાછી અમોને રંગીન કદર મળે નમળે._મોહંમદઅલીવફા
For more pl.click

www.bazmewafa.wordpress.com/

www.arzewafa.wordpress.com/
   
Reply With Quote
More updes
Old
  (#69)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
More updes - 14th June 2007, 10:11 AM

Fo more up dares of Gujareti literature pl. go to following block.

[url]www.bazmewafa.wordpress.com/[/url]

www.arzewafa.wordpress.com/
   
Reply With Quote
શહનાઈ છે_મોહંદઅલીવફા.
Old
  (#70)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
શહનાઈ છે_મોહંદઅલીવફા. - 19th June 2007, 03:34 AM

શહનાઈ છે_મોહંદઅલીવફા.


નથી શબ્દો તમારા હોઠ પર શહનાઈ છે.
તમારા કંઠમાં બેસી આ કોયલ ગાય છે.

હવામાં ઊડતું એ એક બુંદ પાણી તણું
કિરણ પ્રેમાળ મળતાં મેઘ ધનું સર્જાય છે.

કુવાની પાંસ પ્યાસાને હવે ના મોકલો
કુવાની આંખ પ્યાસાથી ઘણી ગભળાય છે.

જખમના નામ પર આતો તમે શું દઇ દીધું,
બધા મરહમ તણો પાલવ જુઓ શરમાય છે.

તમારું આગમન આ બાગથી નિશ્ચે થયું
જરા સુંઘી જુઓ કાંટા હજી મ્હેકાય છે.

અમેતો વેદના સંતાડી રાખી કેટલી,
છતાં પણ આંખડીમાં વાદળો ડોકાય છે.

વફાકોશિશ રહી સૌ ભૂલવાની નાકામ
કદી હૈયા તણા જખ્મે નમક ફેલાય છે._મોહંદઅલીવફા.(19જુન2007)

For more updates and itemas toread pl.lick:

www.bazmewafa.wordpress.com/

www.arzewafa.wordpress.com/
   
Reply With Quote
Old
  (#71)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
26th June 2007, 11:41 AM

more up dares of Gujareti literature pl. go to following block.
www.bazmewafa.wordpress.com/

www.arzewafa.wordpress.com/
   
Reply With Quote
પડછાયા ચડ્યા_મોહંમદઅલી,વફા
Old
  (#72)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
પડછાયા ચડ્યા_મોહંમદઅલી,વફા - 30th June 2007, 07:42 AM

પડછાયા ચડ્યા_મોહંમદઅલી,વફા

સાપ સુંવાળા બધા યે ઝેર ઢાંકી પડ્યા.
શું ખબર કોને કયારે ને કયારે નડયા.

નીલ વર્ણું કેટલાયે આંતમાં લોહી વહે
કેટલી આંખો મહીં ભુરા પડછાયા ચડ્યા.

કેટલી ઈચ્છા ગઈ આળોટતી આ કંટકે
કેટલા બાગો તણા સપના અહીં ફૂલે ફર્યા.

છટપટી થઇ કેટલી આ વાંસળી થઇ વાંઝણી
કેટલા શબ્દોને ત્યારે કંઠના કામણ મળ્યા.

કેટલા વિષાદને ઝીલી લીધો છે વાદળે,
કેટલી આંખો તણા પત્થર થકી ઝરણાં ઝર્યા.

કેટલા સુરજને ચેનથી ઉગવા દીધા,
કેટલી રાતો તણી માંગો મહીં સિદુર ભર્યા.

હું;વફા જયારે ગયો સુઈ બેહદ ચેનથી
કેટલી આંખો મહીંથી ખૂનના દરિયા વહ્યા.


_મોહંમદઅલી,વફા,(26જુન2007)
   
Reply With Quote
Gujarati literature
Old
  (#73)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
Gujarati literature - 6th July 2007, 09:25 AM

Formore up dates of Gujareti literature pl. go to following block.
www.bazmewafa.wordpress.com/

www.arzewafa.wordpress.com/
   
Reply With Quote
નઝમના પ્રકારો( રાઝે અરૂઝ _ સીમાબ અકબરાબાદી)
Old
  (#74)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
નઝમના પ્રકારો( રાઝે અરૂઝ _ સીમાબ અકબરાબાદી) - 7th August 2007, 08:16 AM

નઝમના પ્રકારો( રાઝે અરૂઝ _ સીમાબ અકબરાબાદી)

(સાહિત્યના મુખ્ત્વે બે પ્રકાર છે. એક ગદ્ય અને બીજું પદ્ય.અપદ્ય ગદ્ય એ એ વચગાળાનો પ્રકારછે.પણ એને પદ્યમાં ગણી શકાય.ગદ્યમા વાર્તા,લઘુવાર્તા,નવલિકા,લઘુનવલ,નિબંધ,લલિત નિબંધ,નાટકો,નટિકા,સફરનામા,જિવન ચરિત્ર છાપાઓમાં આવતા રીપોર્ટો(ખબરો),આ બધુ ગદ્ય માં આવે છે.નૃત્ય નાટિકઓ પદ્યનો પણ સહારો લે છે.જયારે પદ્ય એટલે ટુંકમાં કવિતા. કોઇ પણ પર્*ંપરિત સંસ્કૃત છંદો અથવા અરબી છંદો,અંગ્રેજી સોનેટ,જાપાનીસ હાઈકુ વિ.અને છંદો પર શાસ્ત્રિય સમજ ધરાવનાર અને લખનાર,અછાંદસ નોપ્રયોગ કરી નવીનતમ તરહ ઉભી કરે છે.એમાં અભિવ્યક્તિ, વિષયના સંકેતો,અને મુર્ત ,અમુર્ત સ્વરૂપ નો નકશો ઉભો કરી કાવ્યને એની પરાકાષ્ઠાએ પહોંચાડી, વિસ્મય. ; આશ્ચર્ય,વિસ્મય (ની ભાવના);કુતુહુલ,સંવેદન,કે ઉપહાસ સરજે છે.
જે છંદોના યોગ્ય જ્ઞાન વગર શાયરી કે કવિતા કરવા બેસે એને નવોદિત તરીકે સ્વીકારી પિંગળશાસ્ત્રને સમજવાનું સૂચન થાય છે. એજ રીતે અરબી ,ફારસી,ઉર્દુમાં નસર અને નઝમ છે.નસ્ર એટલે ગદ્ય અને નઝમ એતટલે પદ્ય.અને નઝમ ના વિધ વિધ પ્રકારમાં નઝમ પણ એક વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે. ઉર્દુના શિરમોર કવિ જ.સીમાબ અકબરાબાદી એ રાઝે આરૂઝમાં ની ચે મુજબ ચર્ચા કરી છે.જ્યાં સુધી યાદ દાસ્ત દાદ આપે છે, આ અનુવાદ શ્રી રતિલાલ અનિલ ના ડમરો અને તુલસી માં પ્રાપ્ય છે.)
નઝમનો શાબ્દિક અર્થ મોતી પરોવવું એવો થાય છે.અને કવિ પણ પોતના કવનમાં શબ્દના મોતી પરોવે છે.એટલેજ કવન ને નઝમ કહેવામં આવે છે.
નઝમનાં દસ પ્રકારો છે. (1)ફર્દ (2)કત્આ (3)રૂબાઈ(મુકતક) (4) ગઝલ (5) મસ્નવી () કસીદહ (7) તરજીહ બન્દ (8) તરકીબ બન્દ (9) મુસ્તઝાદ (10) મુસમત
(1) ફર્દ : એનો અર્થ એકાકી અથવા તન્હા થાય છે. અને પારિભાષામાં જેના બને મિસરા સમ વજન હોય એને ફર્દ કહેવામાં આવેછે. એમાં કાફિયાહ નું હોવું જરૂરી નથી.
(2) કત્આ: શાબ્દિક અર્થ કાટના( કરડવું). પારિભાષમાં તે નઝમ જેનાં આખરી બધા મિસરાઓમાં કાફિયહ હોય.અને પ્રથમ મિસરામાં કાફિયા નહોય.એટલા માટે કતઆ માં મત્લાનો શેર નથી હોતો.કતઆ માં ઓછામાં ઓછા બે શેર હોય છે.અને વધુ માટેને માર્યાદા નથી .કતઆ કોઇ પણ બહેર માં લખી શકાય છે.
(3) રૂબાઈ: જેના ચાર મિસરા નિશ્ચિત વજન માં હોય ,અને પહેલો બીજો અને છેલ્લો મીસરો સમ પ્રાસ(કાફીયહ) માં હોય અને ત્રીજા મિસરામાં કોઇ કાફીયહ ન હોય.રૂબાઈ નો ચોથો મીસરો પહેલા ત્રણ મીસરા કરતાં ચઢિયાતો અને ઉતકૃષ્ટ ભાવ વાળો હોવો જરૂરી છે.
(4) ગઝલ: શાબ્દિક અર્થ સ્ત્રીઓથી વાત કરવું, અને ઈસ્તેલાહ(પારિભાષા) માં તે કવન કે જેમાં ઈશ્ક,મહોબ્બત,હુસ્નો જમાલ,વહેશ્તો ઇશરત,આશા નિરાશા ,ભય_નિડરતા,પાનખર_વસંત ,આનંદ_વિષાદ,અને ઇતર માનવ સહજભાવોનું નિરૂપણ.ગઝલમાં ઓછામાં ઓછામા પાંચ અને વધુમા વધુ 21થી 25 શેર હોય છે.અને શેરની સંખ્યા એકીમાં હોય છે.
ગઝલના પ્રથમ શેર(મત્લાઅ) મં બન્ને મિસરામાં કાફિયા હોય છે.એને મત્લ કહે છે.દ્વિતિય મત્લઅ, મત્લઅ પછીનો શેર જેમાં કાફિયા હોય યા નહોય.ત્રીજ મત્લઅ ને મત્લએ હુસ્ન કહે છે.ગઝલનો અંતિમ શેર જેમ શાયર પોતાનું તખલ્લુસ અંકિત કરેછે.,મકતા કહેવાય છે.તખલ્લુસ મતલઅ મા પણ આવી શકે.ગઝલમા જે શેર સર્વ શ્રેષ્ઠ હોય તેને બયતુલ ગઝલ અથવા હાસિલે ગઝલ કહે છે.

(5) મસ્નવી: શાબ્દિક અર્થ બે બે માં વહેંચાયેલી. ઈસ્તેલહમાં જેનાં દરેક શેરનં બન્ને મિસરામાં કાફિયા સપ્રમાણ હોય.અને ભિન્ન ભિન્ન શેરોમાં ભૈન્ન ભિન્ન કાફિયા હોય.તમ્હીદ(પૂર્વ ભૂમિકા) તૌહીદ(એકેશ્વરવદ)મુનાજાત(પ્રાથના) વિ.મસ્નવીમાં લખાય છે.મસ્નવીમાં દરેક શેરોનું વજન સરખું હોવું જરૂરી છે.
(6) કસીદા: શાબ્દિક અર્થમાં પ્રશંસા કાવ્ય. પારિભાષામાં જે કોઇની પ્રશંસા અથવા અપ્રશંસાનું વર્ણન હોય ,અને પહેલા શેરના બન્ને મિસરા બાકી શેરોનાં અંતિમ મિસરા સાથે સપ્રમાણ કાફિયા હોય.કસીદામાં ઓછામાં ઓછા પંદર શેર હોય છે.અને વધુ માટે કોઇ માર્યાદા નથી.ગઝલ માં વિષય અંગેનું કોઇ બધન નથી.કસીદામાં કોઇ ખાસ હેતુને અભિવ્યકત કરવામાં આવે છે.
(7) તરજીહ બંદ : જેમાં ઘણા બંધો ગઝલની જેમ ગુંથાયએલ હોય ,અને હર એક બન્દ પછી કોઇ ખાસ શેર વારંવાર આવે.અને હરેક બન્દોમાં શેરોના કફિયા ભિન્ન હોય.બન્દોમાં વિષયનું કોઇ બંધન હોતું નથી.
(8) તરકીબ બંદ : જેમાંદરેક બન્દ પછી ભિન્ન શેર ભિન્ન કાફિયામાં લવવમાં આવે.
(9) મુસ્તઝાદ : રૂબાઈના દરેક મિસરાને અંતે રૂબાઈનો એક ભાગ લાવવામા આવે છે.અને તે પ્રમાણે ગઝલમાં પણ કરી શકાય છે.દરેક મિસરાનાં અંતમાં બે એક કલમા. વજનથી વધુ જોડી દેવામાં આવે છી.
(10) મુસમ્મત : તે કવન પ્રકાર જેના એક બંદમાં થોડા મિસરા એક વજન માં,અને સમ કાફિયા હોય છે.બાકીના બીજા કાફિયા હોય કછે.


મુસલ્લસ,મરબઅ,મુખમ્મસ,મુસદ્દસ,નઝમ,સોનેટ

મુસલ્લસ ;.ત્રણ મિસરાનો એક કાવ્ય પ્રકાર.પહેલા મિસરાના સમ કાફિયા હોવું જરૂરી છે.
મુરબઅ: ચાર મિસરા હોય છે.ચારે સમ વજન સમ કાફિયા હોય . ચીલા ચાલુ પ્રકાર છે.

મુખમ્મસ : પાંચ મિસરા વાળો કાવ્ય પ્રકાર.જેમાં દરેક બન્દનો પાંચમો મિસરો પહેલા બન્દનાં અંતિમ મિસરાના સમ કાફિયા હોય છે.
મુસદ્દસ : છ મિસરા વાળો કાવ્ય પ્રકાર.પ્રથમ ચાર મિસર સમ કાફિયા અને અંતિમ બે મિસરાના કાફિયા ઉપરોકત ચારથી ભિન્ન હોય.

આજ પ્રમાણે સાત, મિસરાના બન્દ ને મબ્સમ.અને આઠ મિસરા વાળાબન્દને મુસમમન.નવ મિસરા વાળા બન્દને મુતસ્સઅ,અને દસ મિસરાને મુસસ્સર કહેછે.એક બન્દમાં જેટલા મિસરા હોય સમ કાફિયા હોવું જરૂરી છે.
નઝમ : નઝમ કવનનાં ઉપરોકત પ્રકારની અતિવૃતઅને એકધારા પ્રકાર નઝમ છે.જે નઝનાં ચાલુ ચિલા પ્રકારમાં લખવામાં આવે છે.પરંતુ એમાં હવે શેરો ને બન્દોનું બંધન નથી.નઝમ કોઇ ખાસ વિષય પર હોય છે.

સોનેટ : અ.ગ્રેજી કાવ્ય પ્રકાર છે.જેમા. 14 પંક્તિઓ હોય છે.પ્રથમ પંક્તિ એક રદીફ કફિયામાં લખાય છે.પછી એક શેર બીજા રદીફ કાફિયામાં,પછી એક મિસરો પ્રથમ મિસરાનાં રદીફ કાફિયામાં લખાશે.એક બન્દ પૂરો કરવામાં આવે છે.જ્યારે બે અથવા ત્રણ બન્દ આ રીતે લખાય ગયાં પછી અંતમા એક મત્લઅ કોઇ બીજા રદીફ કફિયામાં લખીને સંપૂર્ણ કરવામાં આવે છે.પરંતુ આખુ કાવ્ય કોઇ એક ખાસ વજન વિષયમાં હોય છે.6thAug.2007
   
Reply With Quote
Updates
Old
  (#75)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
Updates - 5th September 2007, 10:09 AM

[B][SIZE="4"][COLOR="Magenta"]Formore up dates of Gujareti literature pl. go to following block.[SIZE="4"]url]www.bazmewafa.wordpress.com/[/url]


www.arzewafa.wordpress.com/
5thsept.2007

Last edited by wafa ali; 5th September 2007 at 10:13 AM..
   
Reply With Quote
નશાની_મોહંમદઅલીવફા</span>
Old
  (#76)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
નશાની_મોહંમદઅલીવફા</span> - 25th September 2007, 10:04 AM

નશાની_મોહંમદઅલીવફા

હાલત હતી કઁઈ એવી આ દિલ તણા નશાની .
કે જામ છોડી મુજપર દ્રષ્ટિ હતી બધાની.

આવી સિતમની વિજળી, માળો ધરી દીધો મેં
યાચી રહમ કદીજો યાચી ફકત ખુદાની.

વાતો કરી લીધી છે લઇ મૌનનો સહારો,
આકાશના વદન પર રેખા બની વ્યથાની .

તારી ઉપેક્ષા તો જો પાષાણ દિલ કરી ગઇ,
મહેકી રહીતી ફૂલો સમ જિંદગી મઝાની.

મરતો રહ્યો જિવન ભર એની મૃદુ અદા પર,
નિરખી છબી શક્યો ના મારી જિવન અદાની.

જ્યારે હિના પીસાઈ પથ્થર તણા પ્રહારે
ત્યારે ચડી હથેલી_પાની ઉપર પ્રિયાની.

આ પાંપણો દિવસની બીડાય ઉંઘી જાશે,
સંધ્યા સવાર થાશે ખૂલશે કથા નિશાની.

સાંધી જિવનનો પાલવ દોરા થકી સમયના,
પ્રતીક્ષા કરે કયાં માનવ ? કાતર સમી કઝાની.

ફૂલો ગણી ચમનનાં કાંટા કદી ચુમેલા,
કેવી હશે ?પ્રણયમાં દીવાનગી વફા,ની
   
Reply With Quote
सितम देखतें हैं_मोहंमदअलीवफा
Old
  (#77)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
सितम देखतें हैं_मोहंमदअलीवफा - 26th September 2007, 03:48 PM

सितम देखतें हैं_मोहंमदअलीवफा

करम कि जगह पर सितम देखतें हैं
अरे दोस्त ये कया जुलम देखतें हैं.
કરુણા ને બદલે સિતમ જોઇ લીધા.
અરે મિત્ર આ શું જુલમ જોઇ લીધા.
कभी चश्मे वीरांको नम होने देते
परीशांए झूल्फोंमे गम देखते हैं
કદી તો નયનને ભીનાશ દેતે
અમે ઝૂલ્ફ ફરકતામાં ગમ જોઇ લીધા.
तगाफुल तुमहारा हिमालय बनाहै
तुझे कीस तमन्नासे हम देखते हैं.
તમારી જીદ પણ હિમાલય સમી છે
તમોને હૃદયમાં સનમ જોઇ લીધા.
कोइ जब्र है कि फितरत तुम्हारी
हमारी तरफ आप कम देखते हैं.
ખરે છે કોસંકટ કે એ પ્રકૃતિ તમારી
અમારા તમે કયાં ભરમ જોઇ લીધા
. बदलना नही कोइ बेश अब पडता
खुली आंखसे हम भरम देखते हैं.
બદલવો કોઇ વેશ હવે કયાં પડે છે.?
ખુલી આંખથી સહુ ભરમ જોઇ લીધા.
वफा हम तो गर्वीदा दीदार के थे
है लानत जो तेरे कदम देख्ते हैं..
વફા,મુખ દર્શનનાં વિહવળ અમેતો
શરમ એને ,જેણે કદમ જોઇ લીધા.
]
(25th may2007)
तगाफुल=અવગણના
नम=ભીનું
फितरत=પ્રકૃતિ
Note:
http://www.mushaira.org/competition.php
May-June2007 Tarahi Mushayera winner gazal.
Tarahi misra:
tujhe kis tamannaa se ham dekhte haiN
   
Reply With Quote
મુંબઈ 11/7
Old
  (#78)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
મુંબઈ 11/7 - 5th October 2007, 10:38 AM

મુંબઈ 11/7

ઓ મારા નગર
આ કેવી કયામત તાર ઉપર તૂટી પડી છે.
તારી રોનક અને ઝિન્દાદીલી નો કોણ શત્રુ છે?
તારી મુસ્કુરાતી ઉષાઓ
તારી ગુનગુનાતી સન્ધ્યાઓ.
તારી રંગીન રાત્રિઓ,
ભલા કોને ડંખી રહી છે?
આ કોણ દ્રુષ્ટ અત્યાચારી છે?
જે પ્રવુત્ત યાત્રીઓની સામુહિક હત્યાઓ કરી રર્હ્યો છે.
જે સન્ધ્યા ને રકત થી રંગી રહ્યો છે.
હે મારા શહેર !
જો કે આ કયામત તારા ઉપર તૂટી પડીછે.
તારી બધી ગલીઓ,અને બજારો વેદનામામ ડૂબી ગયાઁ છે.
પરંતુ જે લાવણ્ય તારા સ્વભાવગત છે,
જે તોફાનોની દિશાને વણાક આપવાની તારી ત્રેવડ છે,
તે પાશ્યાત્ય ભૂમિકા મારા વિસ્વાસને અડ્ગ બનાવેછે.
તારુઁ લલાટ કોઈ અત્યાચારીના સામે ઝુકી નથી શકતુઁ.
તારા હોસલાનુ ખમીર કદીયે તૂટી નથી શકતુઁ
.

_ ઈંતેઝાર નઈમ .
(મુંબઈના ઉર્દુ દૈનિક ઈંકલાબના સૌજન્યથી ,ઉર્દુ કવિ ઈઁતેઝાર નઈમ ની આઝદ નઝમનો અનુવાદ)અનુવાદ:વફા
   
Reply With Quote
खूनसे ईफतार _ का
Old
  (#79)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 15
खूनसे ईफतार _ का - 12th October 2007, 07:47 AM

खूनसे ईफतार _ कालु
[I]बमकी रोटीको
टीफीन में बंद करदो
दरगाहके ईफतारमें काम आयेगी
खवाजा गरीबुन्ननवाज की दूआ मिलेगी
करीबके दरख्त पर टिफीन लटकादो
ब वकत ईफतारी
टाईमींग करदो
रोजादार का
मौतसे
लहुके घुंटोसे
शहादत का जाम पिये
ईफ्तार होगा
ईंशाअल्लाह
हजुरके दरबारमें
जन्नत में ईफतारी होगी. तुम्हरा कया बनेगा
दुशमनाने ईंसान? गौ तो बच सकती
है ईनसां नहीं
[/3]
HOON SE IFTAR

Bumki rotiko
Tiffinmein band kardo
Dargahke Iftarmein kaam aayegi
Khwajah Garibunnawaz ki
dooaaein meelegi
Qarib ke darakht par
tiffin ko latkado
Ba waqte iftar
timing de do
Rozahdar
Mautse
Lahookhe goont se
Shadatke jamse iftar hoga
Insha Allaha
Hajoorke darbarme
Jannatmein Iftar hoga
Tumhara kya banega?
Dooshmanane Insaan
Gau To bach sakti haiInsan naheeN

]

Last edited by wafa ali; 12th October 2007 at 07:53 AM.. Reason: colour missing
   
Reply With Quote
Old
  (#80)
Dhaval
Shayri.com Moderator
Dhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.com
 
Dhaval's Avatar
 
Offline
Posts: 10,455
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 55
17th October 2007, 10:46 AM

Quote:
Originally Posted by wafa ali View Post
નઝમના પ્રકારો( રાઝે અરૂઝ _ સીમાબ અકબરાબાદી)

(સાહિત્યના મુખ્ત્વે બે પ્રકાર છે. એક ગદ્ય અને બીજું પદ્ય.અપદ્ય ગદ્ય એ એ વચગાળાનો પ્રકારછે.પણ એને પદ્યમાં ગણી શકાય.ગદ્યમા વાર્તા,લઘુવાર્તા,નવલિકા,લઘુનવલ,નિબંધ,લલિત નિબંધ,નાટકો,નટિકા,સફરનામા,જિવન ચરિત્ર છાપાઓમાં આવતા રીપોર્ટો(ખબરો),આ બધુ ગદ્ય માં આવે છે.નૃત્ય નાટિકઓ પદ્યનો પણ સહારો લે છે.જયારે પદ્ય એટલે ટુંકમાં કવિતા. કોઇ પણ પર્*ંપરિત સંસ્કૃત છંદો અથવા અરબી છંદો,અંગ્રેજી સોનેટ,જાપાનીસ હાઈકુ વિ.અને છંદો પર શાસ્ત્રિય સમજ ધરાવનાર અને લખનાર,અછાંદસ નોપ્રયોગ કરી નવીનતમ તરહ ઉભી કરે છે.એમાં અભિવ્યક્તિ, વિષયના સંકેતો,અને મુર્ત ,અમુર્ત સ્વરૂપ નો નકશો ઉભો કરી કાવ્યને એની પરાકાષ્ઠાએ પહોંચાડી, વિસ્મય. ; આશ્ચર્ય,વિસ્મય (ની ભાવના);કુતુહુલ,સંવેદન,કે ઉપહાસ સરજે છે.
જે છંદોના યોગ્ય જ્ઞાન વગર શાયરી કે કવિતા કરવા બેસે એને નવોદિત તરીકે સ્વીકારી પિંગળશાસ્ત્રને સમજવાનું સૂચન થાય છે. એજ રીતે અરબી ,ફારસી,ઉર્દુમાં નસર અને નઝમ છે.નસ્ર એટલે ગદ્ય અને નઝમ એતટલે પદ્ય.અને નઝમ ના વિધ વિધ પ્રકારમાં નઝમ પણ એક વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે. ઉર્દુના શિરમોર કવિ જ.સીમાબ અકબરાબાદી એ રાઝે આરૂઝમાં ની ચે મુજબ ચર્ચા કરી છે.જ્યાં સુધી યાદ દાસ્ત દાદ આપે છે, આ અનુવાદ શ્રી રતિલાલ અનિલ ના ડમરો અને તુલસી માં પ્રાપ્ય છે.)
નઝમનો શાબ્દિક અર્થ મોતી પરોવવું એવો થાય છે.અને કવિ પણ પોતના કવનમાં શબ્દના મોતી પરોવે છે.એટલેજ કવન ને નઝમ કહેવામં આવે છે.
નઝમનાં દસ પ્રકારો છે. (1)ફર્દ (2)કત્આ (3)રૂબાઈ(મુકતક) (4) ગઝલ (5) મસ્નવી () કસીદહ (7) તરજીહ બન્દ (8) તરકીબ બન્દ (9) મુસ્તઝાદ (10) મુસમત
(1) ફર્દ : એનો અર્થ એકાકી અથવા તન્હા થાય છે. અને પારિભાષામાં જેના બને મિસરા સમ વજન હોય એને ફર્દ કહેવામાં આવેછે. એમાં કાફિયાહ નું હોવું જરૂરી નથી.
(2) કત્આ: શાબ્દિક અર્થ કાટના( કરડવું). પારિભાષમાં તે નઝમ જેનાં આખરી બધા મિસરાઓમાં કાફિયહ હોય.અને પ્રથમ મિસરામાં કાફિયા નહોય.એટલા માટે કતઆ માં મત્લાનો શેર નથી હોતો.કતઆ માં ઓછામાં ઓછા બે શેર હોય છે.અને વધુ માટેને માર્યાદા નથી .કતઆ કોઇ પણ બહેર માં લખી શકાય છે.
(3) રૂબાઈ: જેના ચાર મિસરા નિશ્ચિત વજન માં હોય ,અને પહેલો બીજો અને છેલ્લો મીસરો સમ પ્રાસ(કાફીયહ) માં હોય અને ત્રીજા મિસરામાં કોઇ કાફીયહ ન હોય.રૂબાઈ નો ચોથો મીસરો પહેલા ત્રણ મીસરા કરતાં ચઢિયાતો અને ઉતકૃષ્ટ ભાવ વાળો હોવો જરૂરી છે.
(4) ગઝલ: શાબ્દિક અર્થ સ્ત્રીઓથી વાત કરવું, અને ઈસ્તેલાહ(પારિભાષા) માં તે કવન કે જેમાં ઈશ્ક,મહોબ્બત,હુસ્નો જમાલ,વહેશ્તો ઇશરત,આશા નિરાશા ,ભય_નિડરતા,પાનખર_વસંત ,આનંદ_વિષાદ,અને ઇતર માનવ સહજભાવોનું નિરૂપણ.ગઝલમાં ઓછામાં ઓછામા પાંચ અને વધુમા વધુ 21થી 25 શેર હોય છે.અને શેરની સંખ્યા એકીમાં હોય છે.
ગઝલના પ્રથમ શેર(મત્લાઅ) મં બન્ને મિસરામાં કાફિયા હોય છે.એને મત્લ કહે છે.દ્વિતિય મત્લઅ, મત્લઅ પછીનો શેર જેમાં કાફિયા હોય યા નહોય.ત્રીજ મત્લઅ ને મત્લએ હુસ્ન કહે છે.ગઝલનો અંતિમ શેર જેમ શાયર પોતાનું તખલ્લુસ અંકિત કરેછે.,મકતા કહેવાય છે.તખલ્લુસ મતલઅ મા પણ આવી શકે.ગઝલમા જે શેર સર્વ શ્રેષ્ઠ હોય તેને બયતુલ ગઝલ અથવા હાસિલે ગઝલ કહે છે.

(5) મસ્નવી: શાબ્દિક અર્થ બે બે માં વહેંચાયેલી. ઈસ્તેલહમાં જેનાં દરેક શેરનં બન્ને મિસરામાં કાફિયા સપ્રમાણ હોય.અને ભિન્ન ભિન્ન શેરોમાં ભૈન્ન ભિન્ન કાફિયા હોય.તમ્હીદ(પૂર્વ ભૂમિકા) તૌહીદ(એકેશ્વરવદ)મુનાજાત(પ્રાથના) વિ.મસ્નવીમાં લખાય છે.મસ્નવીમાં દરેક શેરોનું વજન સરખું હોવું જરૂરી છે.
(6) કસીદા: શાબ્દિક અર્થમાં પ્રશંસા કાવ્ય. પારિભાષામાં જે કોઇની પ્રશંસા અથવા અપ્રશંસાનું વર્ણન હોય ,અને પહેલા શેરના બન્ને મિસરા બાકી શેરોનાં અંતિમ મિસરા સાથે સપ્રમાણ કાફિયા હોય.કસીદામાં ઓછામાં ઓછા પંદર શેર હોય છે.અને વધુ માટે કોઇ માર્યાદા નથી.ગઝલ માં વિષય અંગેનું કોઇ બધન નથી.કસીદામાં કોઇ ખાસ હેતુને અભિવ્યકત કરવામાં આવે છે.
(7) તરજીહ બંદ : જેમાં ઘણા બંધો ગઝલની જેમ ગુંથાયએલ હોય ,અને હર એક બન્દ પછી કોઇ ખાસ શેર વારંવાર આવે.અને હરેક બન્દોમાં શેરોના કફિયા ભિન્ન હોય.બન્દોમાં વિષયનું કોઇ બંધન હોતું નથી.
(8) તરકીબ બંદ : જેમાંદરેક બન્દ પછી ભિન્ન શેર ભિન્ન કાફિયામાં લવવમાં આવે.
(9) મુસ્તઝાદ : રૂબાઈના દરેક મિસરાને અંતે રૂબાઈનો એક ભાગ લાવવામા આવે છે.અને તે પ્રમાણે ગઝલમાં પણ કરી શકાય છે.દરેક મિસરાનાં અંતમાં બે એક કલમા. વજનથી વધુ જોડી દેવામાં આવે છી.
(10) મુસમ્મત : તે કવન પ્રકાર જેના એક બંદમાં થોડા મિસરા એક વજન માં,અને સમ કાફિયા હોય છે.બાકીના બીજા કાફિયા હોય કછે.


મુસલ્લસ,મરબઅ,મુખમ્મસ,મુસદ્દસ,નઝમ,સોનેટ

મુસલ્લસ ;.ત્રણ મિસરાનો એક કાવ્ય પ્રકાર.પહેલા મિસરાના સમ કાફિયા હોવું જરૂરી છે.
મુરબઅ: ચાર મિસરા હોય છે.ચારે સમ વજન સમ કાફિયા હોય . ચીલા ચાલુ પ્રકાર છે.

મુખમ્મસ : પાંચ મિસરા વાળો કાવ્ય પ્રકાર.જેમાં દરેક બન્દનો પાંચમો મિસરો પહેલા બન્દનાં અંતિમ મિસરાના સમ કાફિયા હોય છે.
મુસદ્દસ : છ મિસરા વાળો કાવ્ય પ્રકાર.પ્રથમ ચાર મિસર સમ કાફિયા અને અંતિમ બે મિસરાના કાફિયા ઉપરોકત ચારથી ભિન્ન હોય.

આજ પ્રમાણે સાત, મિસરાના બન્દ ને મબ્સમ.અને આઠ મિસરા વાળાબન્દને મુસમમન.નવ મિસરા વાળા બન્દને મુતસ્સઅ,અને દસ મિસરાને મુસસ્સર કહેછે.એક બન્દમાં જેટલા મિસરા હોય સમ કાફિયા હોવું જરૂરી છે.
નઝમ : નઝમ કવનનાં ઉપરોકત પ્રકારની અતિવૃતઅને એકધારા પ્રકાર નઝમ છે.જે નઝનાં ચાલુ ચિલા પ્રકારમાં લખવામાં આવે છે.પરંતુ એમાં હવે શેરો ને બન્દોનું બંધન નથી.નઝમ કોઇ ખાસ વિષય પર હોય છે.

સોનેટ : અ.ગ્રેજી કાવ્ય પ્રકાર છે.જેમા. 14 પંક્તિઓ હોય છે.પ્રથમ પંક્તિ એક રદીફ કફિયામાં લખાય છે.પછી એક શેર બીજા રદીફ કાફિયામાં,પછી એક મિસરો પ્રથમ મિસરાનાં રદીફ કાફિયામાં લખાશે.એક બન્દ પૂરો કરવામાં આવે છે.જ્યારે બે અથવા ત્રણ બન્દ આ રીતે લખાય ગયાં પછી અંતમા એક મત્લઅ કોઇ બીજા રદીફ કફિયામાં લખીને સંપૂર્ણ કરવામાં આવે છે.પરંતુ આખુ કાવ્ય કોઇ એક ખાસ વજન વિષયમાં હોય છે.6thAug.2007
Wafa ali jee:

aadaab-v-taSleemaat.

aapko paRhanaa mujhe baRaa achchhaa lagtaa hai.. aapko paRhke bahot kuch seeKhaa huuN.. ees Khat sey naZm ke baare meiN bahot kuch jaanane ko milaa hay mujHe..maiN aapka tah-e-dil sey SHuKraGuzaar huuN..ummid kartaa huuN aapsey aage bhee bahot kuch seeKhane ko mileNgaa mujHe..

apnaa Khayaal raKheN...KhuSh raheN..

duaaoN ke saath ijaazat

feeamaanullilaah..

aapka

~ Dhaval


*~*Dhaval*~*....Ek Ehsaas...
   
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump

Similar Threads
Thread Thread Starter Forum Replies Last Post
તારી છે અસર હજુય ઍ પ્રેમભર્યા સંવાદો મા..! Dhaval Gujarati Poetry 6 14th July 2015 09:24 PM
ગુમશુદા હૈ વો સદિયો સે ન મેરે દિલ હૈ ajay nidaan Gujarati Poetry 0 9th September 2009 10:15 PM
બડા અફ઼્અસોસ હોતા હૈ જબ કોઈ દર્દ મે હોતા હૈ ajay nidaan Gujarati Poetry 0 9th September 2009 05:41 PM
~*~ મારા ગુજરાતી દોસ્તો ને હોળી મુબારક ~*~ Purvi Gujarati Poetry 2 11th March 2009 10:06 PM
મળ્યુઁ હશે_મોહમદઅલીવફા wafa ali Gujarati Poetry 0 21st March 2007 02:13 AMPowered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2020, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com